2025 નવરાત્રી ની તારીખ અને દુર્ગા પૂજા મુહૂર્ત
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Brihat Horoscope
  • Personalized Horoscope 2024
  1. Lang :

2025 નવરાત્રી તારીખ, દુર્ગાપૂજા, મુહૂર્ત અને મહત્વ

ચૈત્ર, શરદ અને ગુપ્ત નવરાત્રી તારીખ New Delhi, India માટે.

નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણું મહત્વ નું તહેવાર છે. આ પવિત્ર અવસર પર માં અંબે ના નવ રૂપ ની આરાધના કરવા માં આવે છે. તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવા માં આવે છે. વેદ પુરાણ માં અંબે માં ને શક્તિ નું રૂપ માનવા માં આવેલું છે. જે અસુરો થી આ સંસાર ની રક્ષા કરે છે. નવરાત્રી ના સમયે માં ના ભક્તો તેમના થી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિ ની કામના કરે છે. આવો જાણીએ છે માં અંબે ના નવ રુપ કયા કયા છે:-

1.  માતા શૈલપુત્રી
2.  માતા બ્રહ્મચારિણી
3.  માતા ચંદ્રઘંટા
4.  માતા કુષ્માંડા
5.  મા સ્કંદમાતા
6.  માતા કાત્યાયની
7.  માતા કાલરાત્રિ
8.  માતા મહાગૌરી
9.  માતા સિદ્ધિદાત્રી

સનાતન ધર્મ માં નવરાત્રી તહેવાર નું ઘણું મહત્વ છે કે આ એક વર્ષ માં પાંચ વખત ઉજવવા માં આવે છે. જોકે આમાં ચૈત્ર અને શરદ ના સમય આવનારી નવરાત્રી ને જ વ્યાપક રૂપ થી ઉજવવા માં આવે છે. આ અવસર પર દેશ ના ઘણા ભાગો માં મેળા અને ધાર્મિક કાર્યક્રમો નું આયોજન થાય છે. માતા ના ભકતો ભારત વર્ષ માં વ્યાપ્ત શક્તિપીઠ ના દર્શન કરવા જાય છે. ત્યાં જ શેષ નવરાત્રી ને ગુપ્ત નવરાત્રી ના નામે પણ ઓળખાય છે. જેમાં માઘ ગુપ્ત નવરાત્રી, અષાઢી ગુપ્ત નવરાત્રી અને પોષ નવરાત્રી શામેલ છે. આમને દેશ ના વિભિન્ન ભાગો માં સામાન્ય રૂપે ઉજવવા માં આવે છે.

નવરાત્રી પર્વ નું મહત્વ

જો અમે નવરાત્રી શબ્દ નું સંધિ વિચ્છેદ કરીએ તો ખબર પડે છે કે આ બે શબ્દો ના યોગ થી બને છે. જેમાં પહેલો શબ્દ નવ અને બીજો શબ્દ રાત્રિ હોય છે જેનું મતલબ છે નવ રાત. નવરાત્રી પર્વ મુખ્યત્વે ભારત ના ઉત્તરી રાજ્ય ઉપરાંત ગુજરાત અને પશ્ચિમ બંગાળ માં ઘણી ધૂમ ધામ ની સાથે ઉજવવા માં આવે છે. આ અવસર પર માતા ના ભક્ત તેમનું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે.

આ દરમિયાન દારૂ, માંસાહાર, ડુંગરી, લસણ વગેરે વસ્તુઓ નું ત્યાગ કરવા માં આવે છે. નવ દિવસ પછી દસમા દિવસે પૂજા પણ કરવા માં આવે છે. નવરાત્રી ના દસમાં દિવસ ને વિજ્યા દશમી અથવા દશેરા ના નામે ઓળખાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણ નો વધ કરી લંકા પર વિજય પ્રાપ્ત કરી હતી.

વિશ્વ ના ઘણા દેશો માં નવરાત્રી પર્વ ને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માં આવે છે. ભક્ત જણ ઘટ સ્થાપના કરી ને નવ દિવસ સુધી માતાજી ની આરાધના કરે છે. ભક્તો દ્વારા માતા નું આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભજનકીર્તન કરવા માં આવે છે. નવ દિવસ સુધી માતા ની પૂજા તેમના અલગ અલગ રૂપ માં કરવા માં આવે છે. જેમ કે-

નવરાત્રી નું પહેલું દિવસ માતા શૈલપુત્રી નો હોય છે

નવરાત્રી ના પહેલા દિવસે માતા શૈલપુત્રી ની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રી નુંજ સ્વરૂપ છે અને હિમાલય રાજ ની પુત્રી છે. માતા નંદી ની સવારી કરે છે. તેમના જમણા હાથ માં ત્રિશૂળ અને ડાબા હાથ માં કમળ નું ફૂલ છે. નવરાત્રી ના પહેલા દિવસ લાલ રંગ નું મહત્વ હોય છે. આ રંગ સાહસ, શક્તિ અને કર્મ નું પ્રતીક છે. નવરાત્રી ના પહેલા દિવસે ઘટસ્થાપના પૂજન નું પણ વિધાન છે.

નવરાત્રી નો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી માટે છે

નવરાત્રી નો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી ને સમર્પિત છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગા નું બીજું સ્વરૂપ છે. એવું કહેવા માં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતી ત્યારે તેમને બ્રહ્મચારિણી ના રૂપે ઓળખવા માં આવતો હતો. જો માતા ના આ રૂપ નું વર્ણન કરીએ તો તેમને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. તેમના એક હાથ માં કમંડળ અને બીજા હાથ માં જપમાળા છે. દેવી નું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે. જે ભક્ત માતા ના આ રૂપ ની આરાધના કરે છે તો તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. આ દિવસ નું વિશેષ રંગ વાદળી હોય છે. જે શાંતિ અને સકારાત્મક ઊર્જા નું પ્રતીક છે.

નવરાત્રી ના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ની પૂજા થાય છે

નવરાત્રી ના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટા ની પૂજા કરવા માં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવા માં આવે છે કે મા પાર્વતી અને ભગવાન શિવ ના વિવાહ ની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું। શિવ ના માથા પર અડધો ચંદ્ર આ વાત નો સાક્ષી છે. નવરાત્રી ના ત્રીજા દિવસે પીળા રંગ ને મહત્વ આપવા માં આવે છે. આ રંગ સાહસ નું પ્રતિક માનવા માં આવે છે.

નવરાત્રી ના ચોથા દિવસે મા કૂષ્માંડા ની આરાધના થાય છે

નવરાત્રી નો ચોથો દિવસ માતા કૂષ્માંડા ની આરાધના નો હોય છે. શાસ્ત્રો માં માતા ના રૂપ નું વર્ણન કરતાં જણાવવા માં આવ્યુ છે કે માતા કૂષ્માંડા શેર ની સવારી કરે છે અને તેમની આઠ બાજુઓ છે. પૃથ્વી પર થનારી લીલોતરી માતા ના સ્વરૂપ ના લીધે છે એટલે આ દિવસે લીલા રંગ નું મહત્વ હોય છે.

નવરાત્રી નું પાંચમું દિવસ માં સ્કંદ માતા ને સમર્પિત છે

નવરાત્રી ના પાંચમા દિવસે માં સ્કંદમાતા ની પૂજા થાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ પણ છે. સ્કંદ ની માતા હોવા ને લીધે માતા નું આ નામ પડ્યું છે. તેમની ચાર બાજુઓ છે. માતા પોતાના પુત્ર ને લઈ ને શેર ની સવારી કરે છે. એટલે આ દિવસે ધૂસર એટલે કે સિલેટી રંગ નું મહત્વ હોય છે.

નવરાત્રી ના આઠમાં દિવસે માતા કાત્યાયની ની પૂજા થાય છે

માતા કાત્યાય ની દુર્ગા નું સ્વરૂપ છે અને નવરાત્રી ના આઠમાં દિવસે માતા ના આ રૂપ ને પૂજવા માં આવે છે. માતા કાત્યાયની સાહસ નું પ્રતિક છે. તે શેર પર સવાર હોય છે અને તેમની ચાર બાજુઓ છે. આ દિવસે કેસરી કલર નું મહત્વ હોય છે.

નવરાત્રી ના સાતમા દિવસે માતા કાલરાત્રિ ની પૂજા થાય છે

નવરાત્રી નું સાતમુ દિવસ માતા ના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિ ની આરાધના નું હોય છે. પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવા માં આવે છે કે જ્યારે માતા પાર્વતીએ શુમ્ભ-નીશુંમ્ભ નામક બે રાક્ષસો નું વધ કર્યું હતું ત્યારે તેમનું રંગ કાળો થઈ ગયો હતો. જોકે આ દિવસે સફેદ રંગ નું મહત્વ હોય છે.

માતા મહાગૌરી ની આરાધના નવરાત્રી ના આઠમા દિવસે થાય છે

મહાગૌરી ની પૂજા નવરાત્રી ના આઠમાં દિવસે થાય છે. માતા નું આ રૂપ શાંતિ અને જ્ઞાન ની દેવી નું પ્રતીક છે. આ દિવસે ગુલાબી રંગ નું મહત્વ હોય છે જે જીવન માં સકારાત્મકતા નું પ્રતીક હોય છે.

માતા સિદ્ધિદાત્રી માટે નવરાત્રી નું અંતિમ દિવસ સમર્પિત છે

નવરાત્રી ના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રી ની આરાધના થાય છે. એવું કહેવા માં આવે છે કે જે કોઈપણ માતા ના આ સ્વરૂપ ની આરાધના સાચા મન થી કરે છે તેને દરેક પ્રકાર ની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળ ના ફૂલ પર વિરાજમાન છે અને તેમની ચાર બાજુઓ છે.

ભારત માં આવી રીતે મનાવવા માં આવે છે નવરાત્રી નું પાવન તહેવાર

નવરાત્રી ના પાવન અવસર પર માં અંબે ના લાખો ભક્ત તેમની પૂજા-આરાધના કરે છે. જેથી તેમને તેમની શ્રદ્ધા નું ફળ મા ના આશીર્વાદ ના રૂપ માં મળી શકે. નવરાત્રી ના દરમિયાન માતા ના ભક્ત પોતાના ઘરો માં માતા નું દરબાર સજાવે છે. તેમાં માતા ના વિભિન્ન રૂપો ની પ્રતિમા અથવા ચિત્ર ને મૂકવા માં આવે છે. નવરાત્રી ના દસમા દિવસે માતા ની પ્રતિમા ને ઘણી ધૂમ ધામ થી જળ માં પ્રવાહિત કરવા માં આવે છે.

પશ્ચિમ બંગાળ માં સિંદૂર ખેલા ની પ્રથા ચાલે છે. જેમાં મહિલાઓ એક બીજા ને કંકુ લગાડે છે. ત્યાંજ ગુજરાત માં ગરબા નૃત્ય નું આયોજન કરવા માં આવે છે. જેમાં લોકો દાંડિયારાસ, ત્રણ તાલી અને ગરબા કરે છે. ઉત્તર ભારત માં નવરાત્રી ની સમય અલગ અલગ જગ્યા ઉપર તેના રામલીલા નું આયોજન થાય છે અને દસમા દિવસે રાવણ ના મોટા મોટા પૂતળા બનાવી તેમનો દહન કરવા માં આવે છે.

ગરબા નું મહત્વ

નવરાત્રી દરમિયાન અંબે મા ને પ્રસન્ન કરવા માટે ગરબા નું આયોજન કરવા માં આવે છે. મૂલતઃ ગરબા નું ઉદગમ સ્થાન ગુજરાત છે અને શરૂઆત માં આ રાજસ્થાન અને ગુજરાત માં વ્યાપક હતું. પરંતુ આધુનિક યુગ માં ગરબા વિશ્વ ના ઘણા દેશો માં કરવા માં આવે છે. આ ઉપરાંત ગરબા ને વૈશ્વિક સ્તર પર નવીન નૃત્ય ની ખ્યાતિ પ્રાપ્ત છે. જોકે વૈશ્વિક સ્તર પર પહોંચ્યા પછી પણ તેને ગુજરાત ના લોક નૃત્ય તરીકે ઓળખાય છે. આની સાથે દાંડિયા રાસ જે મૂળ વૃંદાવન નું લોકનૃત્ય છે આ બન્ને લોકનૃત્ય ના સંગમ થી આજ ના નવીન રાસ ગરબા ની ઉત્પત્તિ થયી છે.

હવે તમારે જાણવું હશે કે આને ગરબા કેમ કહેવાય છે બીજું કાંઈ કેમ નહિ. તો મિત્રો ગરબા શબ્દ મૂળરૂપે ગર્ભદીપ શબ્દ ને રજુ કરે છે. જ્યાં ગર્ભ એ નાની માટલી ને અને દીપ અંબે માં ની જ્યોત નું પ્રતિનિધિત્વ કરે છે. સ્થાનીય ભાષા ના ચલણ માં ધીમે ધીમે ફેરફાર થતા આ નૃત્ય ને ગરબા તરીકે ઓળખાણ મળી.

જેમ કે અમે તમને જણાવ્યું કે નવરાત્રી ના પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે. આમ સૌથી પહેલા છિદ્રો વાળી નાની માટલી જેને ઘટ / ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુ પાંદડા શણગારી તેમાં અંબે માં ની જ્યોત પ્રગટાવા માં આવે છે. તદુપરાંત વિશ્વમ્ભરી સ્તુતિ અને અંબે માં ની આરતી નું ગાન અને પૂજા કરવા માં આવે છે. અને તે પછી અંબે માં ને પ્રસાદ નો ભોગ લગાવી ને લોકો માં પ્રસાદ વિતરણ કરવા માં આવે છે.

આના પછી ગરબા ની શરૂઆત કરવા માં આવે છે જેમાં અમુક લોકો ઢોલ, મોટા ઢોલ, ખંજરી વગાડે છે અને સ્ત્રીઓ, કન્યાઓ, છોકરાઓ અને પુરુષો ઘટ સ્થાપના ની ચારે બાજુ ગોળાકાર માં ગરબો રમે છે. હવે લોકનૃત્ય ની વાત હોય તો લોકો નું સ્થાનીય પરિવેશ પણ હોય છે. જેમાં સ્ત્રી વર્ગ ચણીયા ચોળી અને પુરુષ વર્ગ કેડિયા અને પગડી પહેરે છે.

જુના સમય માં ગરબા ના અમુક પ્રકારજ હતા જેમ કે બે તાળી, ત્રણ તાળી. પરંતુ વર્તમાન સમય માં નવીન ગરબા ના ઘણા પ્રકાર છે. જેમાં દાંડિયા, ત્રણ તાળી, બે તાળી, છ તાળી, આઠ તાળી, દસ તાળી, બાર તાળી, સોલ તાળી અને દોઢિયાં પ્રમુખ છે.

નવરાત્રી માટે પૂજા સામગ્રી

●  માતા અંબે ની પ્રતિમા અથવા ચિત્ર
●  લાલ ચુંદડી
●  આંબાના પાન
●  ચોખા
●  દુર્ગા સપ્તશતી ની પુસ્તક
●  લાલ દોરી
●  ગંગાજળ
●  ચંદન
●  નારિયેળ
●  કપૂર
●  જવ ના બીજ
●  માટી ના વાસણ
●  ગુલાલ
●  સુપારી
●  પાન ના પાંદડા
●  લવિંગ
●  ઈલાયચી

નવરાત્રી પૂજા વિધિ

●  સવારે વહેલા ઊઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો
●  ઉપર આપેલી પૂજા સામગ્રી ને ભેગી કરો
●  પૂજા ની થાળી સજાવો
●  મા અંબે ની પ્રતિમા ને લાલ રંગ ના વસ્ત્રો માં મૂકો
●  માટી ના વાસણ માં જવ ના બીજ વાવો અને નવમી સુધી દરેક દિવસે પાણી છાંટો
●  પૂર્ણ વિધિ મુજબ શુભ મુહૂર્ત માં ઘટ સ્થાપના કરો. આમાં સૌથી પહેલા કળશ માં ગંગાજળ ભરો, તેના મુખ પર આંબા ની પાંદડીઓ લગાવો અને ઉપર નાળિયેર મૂકો, કળશ ને લાલ વસ્ત્ર થી વીંટો અને લાલ દોરી ના વડે તેને બાંધો। હવે અને માટી ના વાસણ જોડે મૂકી દો.
●  ફુલ, કપૂર, અગરબત્તી, જ્યોત ની સાથે પંચોપચાર પૂજા કરો
●  નવ દિવસ સુધી માં અંબે થી સંબંધિત મંત્ર નું જાપ કરો અને માતા નું સ્વાગત કરી તેમના થી સુખ-સમૃદ્ધિ ની કામના કરો
●  અષ્ટમી અથવા નવમી ના દિવસે અંબે મા ના પૂજન પછી નવ કન્યાઓ નું પૂજન કરો અને તેમને જાત જાત ના વ્યંજનો( પુરી, ચણા, હલવા) નો ભોગ લગાવો
●  અંતિમ દિવસે અંબે મા ના પૂજન પછી ઘટ વિસર્જન કરો, આમાં માતા ની આરતી ગાવ અને તેમને ફૂલ, ચોખા ચઢાવો અને વેદી થી કલશ ને ઉપાડો

નવરાત્રી થી સંબંધિત પૌરાણિક કથા

પૌરાણિક કથા મુજબ કહેવા માં આવે છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજી નું મોટો ભક્ત હતો. તેની ભક્તિ જોઈ સૃષ્ટિ ના રચયિતા બ્રહ્માજી ખુશ થઈ ગયા અને તેમને આ વરદાન આપી દીધું કે કોઈ દેવ-દાનવ અથવા પુરુષ તેને મારી નહીં શકે. આ વરદાન ને પ્રાપ્ત કરી મહિસાસુર ની અંદર અહંકાર ની અગ્નિ ભડકી અને તે ત્રણે લોકો માં પોતાનું આતંક વીખેરવા માંડ્યો।

આ વાત થી કંટાળી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ની સાથે બધા દેવતાઓએ મળી ને મા શક્તિ ના રૂપ માં અંબે મા ને જન્મ આપ્યું। કહેવાય છે કે માતા અંબે અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને દસમા દિવસે અંબે મા દ્વારા મહિષાસુર નો વધ થયું। આ દિવસ ને ભલાઈ ની બુરાઈ પર જીત ના રૂપ માં ઉજવવા માં આવે છે.

એક બીજી કથા મુજબ ત્રેતાયુગ માં ભગવાન રામે લંકા પર આક્રમણ કરતા પહેલા શક્તિ ની દેવી માં ભગવતી ની આરાધના કરી હતી. તેમણે નવ દિવસ સુધી માતા ની પૂજા કરી. તેમની ભક્તિ થી પ્રસન્ન થઈ સ્વયં માતા તેમના સામે પ્રગટ થઈ. તેમણે શ્રીરામ ને વિજય પ્રાપ્તિ નો આશીર્વાદ આપ્યું। દસમા દિવસે ભગવાન રામે રાવણ ને હરાવી તેમનો વધ કરી લંકા પર વિજય પ્રાપ્ત કરી. તેથી આ દિવસ ને વિજયાદશમી ના રૂપે ઉજવવા માં આવે છે.

અપેક્ષા રાખીએ છે કે નવરાત્રી સંબંધિત આ લેખ તમને પસંદ આવી હશે. એસ્ટ્રોસેજ તરફ થી અમે કામના કરીએ છે કે અંબે માં નો આશીર્વાદ તમારા ઉપર સદાય બન્યું રહે અમારી તરફ થી તમને બધાને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ।

AstroSage on Mobile ALL MOBILE APPS

AstroSage TV SUBSCRIBE

      Buy Gemstones

      Best quality gemstones with assurance of AstroSage.com

      Buy Yantras

      Take advantage of Yantra with assurance of AstroSage.com

      Buy Navagrah Yantras

      Yantra to pacify planets and have a happy life .. get from AstroSage.com

      Buy Rudraksh

      Best quality Rudraksh with assurance of AstroSage.com