ધુળેટી 2052 તારીખ અને મહત્વ
2052 માં હોળી ક્યારે છે?
15
માર્ચ, 2052
(શુક્રવાર)
Holi For New Delhi, India
આવો જાણીએ 2052 માં ધુળેટી ક્યારે છે. ધુળેટી 2052 ની તારીખ અને મુહૂર્ત।
હિંદુ પંચાંગ મુજબ હોળી નુ પર્વ ચૈત્ર મહિના ના કૃષ્ણ પક્ષ ની પ્રતિપદા થી બનાવવા માં આવે છે. જો પ્રતિપદા બે દિવસ પહેલા પડતી હોય તો પહેલા દિવસે ધૂળેટી (વસઁતોત્સવ અથવા હોળી) ના રૂપે ઉજવવા માં આવે છે. આ તહેવાર ને વસંતઋતુ ના સ્વાગત માટે ઉજવાય છે. વસંતઋતુ માં કુદરત માં વિખરાયેલા રંગો થી રંગ રમી ને વસંતોત્સવ હોળી ના રૂપ માં દર્શાવવા માં આવે છે. વિશેષ રૂપે ગુજરાત માં આ પર્વ ને ધુળેટી પણ કહેવાય છે.હોળી નું ઇતિહાસ
હોળી નું વર્ણન ઘણા પહેલા થી જ આપણ ને જોવા મળે છે. પ્રાચીન વિજયનગર સામ્રાજ્ય ની રાજધાની હમ્પી માં ૧૬મી શતાબ્દી નું ચિત્ર મળે છે જેમાં હોળી ના પર્વ ને કોતરવા માં આવ્યું છે. તેમજ વિવિધ પર્વતો ની જોડે રામગઢ માં મળેલા એક ઈસા થી ૩૦૦ વર્ષ જૂના અભિલેખ માં પણ આનો ઉલ્લેખ મળે છે.
હોળી થી સંકળાયેલી પૌરાણિક કથાઓ
હોળી થી સંકળાયેલી ઘણી કથાઓ ઈતિહાસ અને પુરાણો માં જોવા મળે છે. જેમ કે હિરણ્યકશ્યપ ની જનશ્રુતિ, રાધા કૃષ્ણ ની લીલાઓ અને રાક્ષસી ધુન્ડી ની કથા વગેરે.
રંગવાળી હોળી થી એક દિવસ પહેલા હોલિકા દહન કરવા ની પરંપરા છે. ફાલ્ગુન માસ ની પૂર્ણિમા ના દિવસે બુરાઈ પર અચ્છાઈ ની જીત ને યાદ કરતા હોલિકાદહન કરવામાં આવે છે. કથા મુજબ હિરણ્યકશ્યપ નો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો. પરંતુ આ વાત હિરણ્યકશ્યપ ને સારી નથી લાગતી. બાળક પ્રહલાદ ને ભગવાન ની ભક્તિ થી વિમુખ કરવા ના હેતુ થી તેને પોતાની બહેન હોલિકા થી મદદ માંગી. જેની જોડે વરદાન હતું કે અગ્નિ તેના શરીર ને સળગાવી નહિ શકે. ભક્તરાજ પ્રહલાદ ને મારવા નાં ઉદેશ થી હોલિકાએ તેને પોતાના ખોળા મા લઈ અગ્નિ મા બેસી ગઈ. પરંતુ પ્રહલાદ ની ભક્તિ ના પ્રતાપ અને ભગવાન ની કૃપા ન ફળ સ્વરૂપ પોતે હોલિકા જ આગ માં સળગી ગઈ અગ્નિ માં પ્રહલાદ ના શરીર ને કોઈ નુકસાન નહિ થયું.
રંગવાળી હોળી ને રાધાકૃષ્ણ ના પાવન પ્રેમ ની યાદ માં પણ ઉજવવા માં આવે છે. કથા મુજબ એકવાર બાલગોપાલે માતા યશોદા ને પૂછ્યું કે તે પોતે રાધાની જેમ શ્વેત વર્ણ કેમ નથી. યશોદા માતાએ મજાક કહ્યું કે રાધા ના ચહેરા પર રંગ લગાવવા થી રાધા નું રંગ પણ કનૈયા ની થઈ જશે. આના પછી કાના એ રાધા અને ગોપીઓ ની સાથે રંગો થી હોળી રમી અને ત્યાર થી આ પર્વ રંગો નો તહેવાર તરીકે ઉજવવા માં આવે છે.
આ પણ કહેવા માં આવે છે કે ભગવાન શિવ ના શાપ ના લીધે ધુન્ડી રાક્ષસી ને પૃથુ ના લોકોએ આ દિવસે ભગાડી દીધું હતું જેની યાદ માં હોલી ઉજવવા માં આવે છે.
વિવિધ ક્ષેત્ર માં હોળી નું પર્વ
અમુક સ્થાનો જેમ કે મધ્યપ્રદેશ ના માલવા ના અંચલ માં હોળી ના પાંચમા દિવસે રંગપંચમી બનાવવા માં આવે છે, જે મુખ્ય હોળી થી પણ વધારે ઉત્સાહ થી રમવા માં આવે છે. આ પર્વ સૌથી વધારે ધુમધામ થી બ્રજ ક્ષેત્ર માં ઉજવવા માં આવે છે. ખાસ કરીને બરસાના ની લઠ્ઠમાર હોળી ઘણી મશહુર છે. મથુરા અને વૃંદાવન માં પણ પંદર દિવસ સુધી હોળી ની ધૂમ રહે છે. હરિયાણા માં ભાભી દ્વારા દેવર ને હેરાન કરવા ની પરંપરા છે. મહારાષ્ટ્ર માં પંચમી ના દિવસે સૂકા ગુલાલ થી રમવા ની પરંપરા છે. દક્ષિણ ગુજરાત માં આદિવાસીઓ માટે હોળી સૌથી મોટું પર્વ છે. છત્તીસગઢ માં લોકગીતો નો ઘણો પ્રચલન છે અને માલવાંચલ માં ભગોરીયા ઉજવવા માં આવે છે.
રંગ પર્વ હોળી અમને જાત, વર્ગ અને લિંગ વગેરે થી ઉપર ઊઠી ને પ્રેમ અને શાંતિ ના રંગો ને ફેલાવવા નું સંદેશ આપે છે. તમે બધા ને હોળી ની હાર્દિક શુભકામનાઓ.